ગાંધીનગર જિલ્લાનાં કલોલ હાઇવે પાસે આવેલ બંગડી બનાવવાની ફેક્ટરીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગને કારણે જ જોતામાં બંગડી સહિતનો કાચો માલ બળીને ખાસ થઈ ગયો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કલોલ નગરપાલિકાનાં ફાયર બ્રિગ્રેડ ટીમને બોલાવવામાં આવી હતી. ફાયર બ્રાઉઝર દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ફેક્ટરીની પાસે રહેલ વીજળીના ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સકટને પગલે આગ લાગી હોવાનું આસપાસના લોકોએ જણાવ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કલોલની મજુર અદાલત પાસે મહાલક્ષ્મી બેંગલ્સ નામનું બંગડી બનાવવાનું કારખાનું આવેલ છે. આ કારખાનાની પાસે વીજળીનું ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે. ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સકટ થતા નીચે રહેલ પ્લાસ્ટિકનો જથ્થો સળગ્યો હતો. આગ પાસે રહેલ ફેક્ટરી સુધી ફેલાઈ હતી.
આગને જ્વાળાઓએ ફેક્ટરીને પોતાની લપેટમાં લઈ લીધી હતી. આગને પગલે ફેક્ટરીમાં રહેલ કાચો માલ સહિતની વસ્તુઓ ભડભડ સળગી ઉઠી હતી. આગ લાગતા ફાયર બ્રિગ્રેડને જાણ કરાઈ હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી વોટર બ્રાઉઝર દ્વારા પાણીનો સતત મારો ચલાવી આગને કાબુમાં લીધી.(ફાઈલ ફોટો)




