Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

માણસાનાં ખડાત ગામની સીમમાં જુગાર રમતા સાત જુગારીઓ ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગરનાં માણસા તાલુકામાં આવેલ ખડાત ગામની સીમમાં કેનાલ પાસે ખુલ્લામાં નીચે બેસી સાંજે કેટલાક ઈસમો પાના પત્તાનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી માણસા પોલીસને મળતા પોલીસે આ જગ્યા પર જઈ રેડ કરી અહીં જુગાર રમી રહેલા સાત ઇસમોને રૂપિયા 21130/-ની રોકડ રકમ સાથે ઝડપી તેમના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માણસા પોલીસને બાતમી મળી હતી કે, માણસા તાલુકામાં આવેલ ખડાત ગામની સીમમાં અંબાજીપુરા ખાતે આવેલ કેનાલની બાજુમાં ખુલ્લી જગ્યામાં ઝાડ નીચે બેસી કેટલાક ઈસમો પોતાના અંગત આથક લાભ સારૂ પાના પત્તાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે.

જે બાતમી આધારે પોલીસે ખાનગી વાહનમાં આ જગ્યા પર જઈ દૂરથી જોતા કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હતા તો પોલીસ આ લોકોને પકડે તે પહેલા અહીં જુગાર રમી રહેલા જુગારી ખુલ્લા ખેતરોમાં ભાગવા લાગ્યા હતા જેમને પોલીસે ઝડપી પૂછપરછ કરતા તેમણે પોતાનું નામ મનહરસિંહ માલસિંહ શિવુસિંહ રાઠોડ,રમેશસિંહ મૂળસિંહ નેનસિંહ રાઠોડ, રમેશસિંહ ઉર્ફે ગઠો મૂળસિંહ ઉમેદસિંહ રાઠોડ, કરણસિંહ જશવંતસિંહ અમથુસિંહ રાઠોડ, પ્રવિણસિંહ પરબતસિંહ વેચાતસિંહ રાઠોડ, વિક્રમસિંહ ઉમેદસિંહ લાલસિંહ રાઠોડ અને ગાભુસિંહ હિંમતસિંહ રામસિંહ રાઠોડનાં હોવાનું જણાવ્યું હતું અને પોલીસે આ તમામની તલાસી લેતા તેમની પાસેથી રૂપિયા 19,030 અને દાવ પર મુકેલ 2100 મળી કુલ રૂપિયા 21130/-ની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા સાતેય વિરુદ્ધ માણસા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.