Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

‘કલ્કી 2898 એડી’નું બીજું ટ્રેલર રિલીઝ : આ ફિલ્મ વિશ્વભરમાં 27 જૂને હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને અંગ્રેજીમાં રિલીઝ થશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

‘કલ્કી 2898 એડી’એ વર્ષ 2024ની મોસ્ટ અવેટેડ ફિલ્મ છે. પોસ્ટરથી લઈને ટ્રેલર સુધી અને પછી મોટા બજેટ અને મોટી સ્ટાર કાસ્ટ સાથેની પ્રી-રીલીઝ ઈવેન્ટે ‘કલ્કી 2898 એડી’ને લઈને ભારે ક્રેઝ ઉભો કર્યો છે. આ ફિલ્મને લઇને વધુ એક અપડેટ સામે આવ્યુ છે મેકર્સે ‘કલ્કી 2898 એડી’નું બીજું ટ્રેલર રિલીઝ કરી દીધુ છે. નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત ફિલ્મનું ટ્રેલર 1 ગયા અઠવાડિયે રિલીઝ થયું હતું. બીજા ટ્રેલરમાં, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, પ્રભાસ અને કમલ હાસનના પાત્રોને વધુ વિગતવાર બતાવવામાં આવ્યા છે. બે મિનિટથી વધુ લાંબુ ટ્રેલર કલ્કીની દુનિયા અને તેના પ્લોંટ ઉજાગર કરે છે. બીજા ટ્રેલરમાં કલ્કીની દુનિયાની ઝલક આપવામાં આવી છે.

ટ્રેલરમાં પ્રભાસ અને અમિતાભ બચ્ચન વચ્ચેની લડાઈ પણ બતાવવામાં આવી છે. આ ટ્રેલરમાં કમલ હાસનને ઓળખવા મુશ્કેલ છે. ટ્રેલરમાં તે કહી રહ્યાં છે કે, ‘પેઢીઓ સુધી ફેલાયેલી અનંત તકો હોવા છતાં, માણસ ન તો બદલાયો છે અને ન બદલાશે. આ પહેલાં રિલીઝ થયેલાં પહેલાં ટ્રેલરમાં બતાવવામાં આવ્યું હતુ કે, ફિલ્મનો વિલન દીપિકા પાદુકોણના ગર્ભમાં ઉછરી રહેલા બાળકનો જીવ લેવા માંગે છે. ભૈરવના રોલમાં પ્રભાસને દીપિકાના પાત્રને શોધીને તેને પરત લાવવાની જવાબદારી મળે છે, જ્યારે અશ્વત્થામાની ભૂમિકામાં અમિતાભ બચ્ચન જોવા મળી રહ્યાં છે.

જે ફિલ્મમાં દીપિકાની ઢાલ બને છે. વૈજયંતી મૂવીઝ બેનરની ‘કલ્કી 2898 એડી’ 600 કરોડ રૂપિયાના ખર્ચે બની છે અને આ સાથે આ દેશની સૌથી મોંઘી ફિલ્મ બની ગઈ છે. ‘કલ્કિ 2898 એડી’ને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ વિશ્વભરમાં 27 જૂને પાંચ ભાષાઓ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને અંગ્રેજીમાં રિલીઝ થશે. ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, કમલ હાસન, દિશા પટણી સહિત ઘણા કલાકારોએ મહત્વની ભૂમિકા ભજવી છે.