Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અગાસી પર સુવા માટે ગયેલ પરિવારનાં ઘરમાંથી ઘરેણા અને રોકડની ચોરી થઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરાના આર.વી.દેસાઈ રોડ એસ.આર.પી ગ્રુપ-1નાં ગેટ પાસે સાંઈબાબા એપાર્ટમેન્ટમાં રહેતા હિતેશભાઈ ગાંધી ડભોઇ રોડ પર મશીનરી સ્પેરપાર્ટનું કારખાનું ચલાવે છે. ગત તારીખ 19ની તારીખે રાત્રે તેઓ પરિવાર સાથે મકાનની તાળું મારી અગાસી પર સુવા માટે ગયા હતા. જયારે સવારે 06:15 વાગે તેમના પાડોશીએ ફોન કરીને જણાવ્યું હતું કે આજુબાજુના મકાનના દરવાજા કોઈએ બહારથી બંધ કર્યા છે તમે નીચે જઈને તપાસ કરો તેથી હિતેશભાઈના પરિવારજનો નીચે આવીને જોયું તો તેમના ઘરના મુખ્ય દરવાજાનો તથા જાળીના નકુજા તૂટેલા હતા. ઘરમાં સામાન વેર વીખેર હતો અને તપાસ કરતાં ચોર સોના, ચાંદીના દાગીના તથા રોકડા 6,500 મળી કુલ રૂપિયા 2.70 લાખની માતા ચોરી ગયા હતા.