Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

નેપાળમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો : ભૂસ્ખલન અને પૂરનાં કારણે 14નાં મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નેપાળમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદના કારણે ભૂસ્ખલન અને પૂરના કારણે 14નાં મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. નેપાળમાં ગૃહ મંત્રાલય હેઠળના નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (NDRMA) તરફથી મળેલી માહિતી અનુસાર, 14 લોકોમાંથી 8 લોકો ભૂસ્ખલનને કારણે મૃત્યુ પામ્યા હતા, જ્યારે 5 લોકો વીજળી પડવાથી અને એક વ્યક્તિનું પૂરનાં કારણે મૃત્યુ થયું હતું. એન.ડી.આર.એમ.એ.ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તારીખ 26મી જૂને કુલ 44 ઘટનાઓમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

આ ઘટનામાં હજુ બે લોકો લાપતા છે, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે.’ નેપાળના ગૃહ મંત્રાલયના જણાવ્યાનુસાર, દેશમાં ચોમાસું સક્રિય થયા બાદ 33 જિલ્લા પ્રભાવિત થયા છે, જેમાં ભૂસ્ખલન અને પૂરની 147 ઘટનાઓ નોંધાઈ છે. નેપાળનાં ગૃહ મંત્રાલયનાં રેકોર્ડ અનુસાર, છેલ્લા 17 દિવસમાં કુલ 28 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં ઓછામાં ઓછા 13 લોકો વીજળી પડવાને કારણે મૃત્યુ પામ્યા છે.

જ્યારે 14 લોકો ભૂસ્ખલનને કારણે મૃત્યુ પામ્યા છે. આ વર્ષે ચોમાસું સમયસર નેપાળ પહોંચી ગયું છે અને દેશમાં ભારે વરસાદને કારણે મૃત્યુઆંક પણ ઘણો ઊંચો છે. નેપાળમાં દર વર્ષે હજારો લોકો ભૂસ્ખલન અને પૂરથી પ્રભાવિત થાય છે. નેપાળમાં ચોમાસું 13 જૂનથી શરૂ થાય છે અને લગભગ ત્રણ મહિના સુધી સક્રિય રહે છે. આ કિસ્સામાં તે તારીખ 23મી સપ્ટેમ્બરનાં રોજ સમાપ્ત થાય છે. ગયા વર્ષે તે સામાન્ય શરૂઆતના દિવસથી એક દિવસ મોડું એટલે કે તારીખ 14મી જૂને શરૂ થયું હતું.