વડોદરા શહેરમાં પાણીજન્ય રોગચાળો માથું ઉચકી રહ્યો છે ત્યારે વડોદરાનાં વિવિધ વિસ્તારમાં બનાવાતી પાણી-પુરીનાં યુનિટો પર પાલિકા તંત્રની આરોગ્ય શાખા દ્વારા સવારથી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં દુષિત જણાયેલા એક હજાર લિટર જેટલા ચટાકેદાર પાણીપુરીના પાણીનો નાશ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, સાંજ પડતા જ ઠેર ઠેર પાણી-પુરીના ખુમચાવાળા વિવિધ વિસ્તારમાં ગોઠવાઈ જતા હોય છે જ્યાં પાણીપુરીના રસિયાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ જાય છે.




