મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડ તાલુકાનાં કલમકુઈ ગામનાં વડી ફળિયામાં રહેતા જયોત્સનાબેન ગુરૂભાઈ ચૌધરી (ઉ.વ.35)ની તારીખ 09/07/2024નાં રોજ ખેતરમાં ચારો કાપવા જાવું છું કહીને ઘરેથી નીકળ્યા હતા. પરંતુ આજદિન સુધી ઘરે પરત આવેલ નથી. જયારે જયોત્સનાબેન ઘરેથી નીકળ્યા હતા.
તે સમયે કાળા કલરનો લેંગો અને આછા પીળા કલરનો ટોપ પહેરેલ હતો તેમજ પગમાં આછા ગુલાબી કલરની ચપ્પલ, તેની ઊંચાઈ આશરે 5 ફૂટ જેટલી હશે, તેનો બાંધો પાતળો અને રંગે શ્યામ વર્ણની છે અને તે ચૌધરી, ગુજરાતી અને હિંદી ભાષા જાણે છે તેના જમણા પગનાં જાંઘનાં ભાગે જુનું દાઝેલાનું નિશાન છે. ગુમ થયા અંગેની જાણ પુષ્પાબેન બાલુભાઈ ચૌધરી (રહે.કલમકુઈ ગામ, વડી ફળિયું, વાલોડ)એ વાલોડ પોલીસ મથકે આપતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.




