તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

દિન દહાડે તસ્કરોએ મકાનને નિશાન બનાવી રૂપિયા 1.27ની ચોરી કરી ફરાર, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરાના સમા વિસ્તારમાં રહેતા નિવૃત્ત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગાંધીનગરના મેમ્બર સેક્રેટરી પત્ની સાથે બેંકના કામ અર્થે નીકળ્યા હતા તે દરમિયાન દિન દહાડે તસ્કરોએ તેમના મકાન અને નિશાન બનાવ્યું હતું અને 1.27 લાખના સોના દાગીનાની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. ઉપરાંત પાસપોર્ટ ડિજિટલ વિઝાની બેગ ચોરો લઈ ગયા હતા. જેથી વૃદ્ધે સમા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી અભિનવ પાર્ક સોસાયટીમાં રહેતા ભારતસિંહ ફતેસિંહ સલુણીયા (ઉ.વ.78)એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, હું ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ગાંધીનગર ખાતે મેમ્બર સેક્રેટરી તરીકે નોકરી કરતા હતા.

હાલ નિવૃત જીવન ગુજાર છું. જોકે ગત તારીખ 31 જુલાઈના રોજ હું અને મારા પત્ની સાથે એસ.બી.આઈ બેન્ક ખાતે કામ અર્થે સવારે અમારા ઘરનું લોક મારી ગયા હતા. બેન્ક ખાતે અમારું કામ પતાવી પરત મારા ઘરે આવ્યા હતા. ત્યારે મારા ઘરની બહાર લગાવેલી લોખંડની જાળી ખુલ્લી હતી અને દરવાજા ખાતે લગાવેલ લોક તુટેલી હાલતમાં હતું. જેથી મે અંદર જઈ જોતા મારા બેડ રૂમમાં રાખેલ કબાટનો સામાન વેર-વિખેર હાલતમાં કરી નાખેલો હતો અને મારી બેગમાં રાખેલ મારો ઇન્ડીયન પાસપોર્ટ, USA વીઝીટર વીઝા તથા મારી પત્નીનો USAનો પાસ પોર્ટ જણાયો ન હતો. ઉપરાંત કબાટમાં મુકેલા સોનાના દાગીના મળી રૂપિયા 1.27 લાખની માલ મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. જેથી પોલીસે વૃદ્ધની ફરિયાદના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.