Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

જમ્મુમાં ભારે વરસાદને કારણે સ્થાનિક લોકોનાં જનજીવન પર અસર

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

જમ્મુમાં ગઈકાલે ત્રણ કલાકમાં 185.6 મિમી વરસાદ પડયો હતો. આ સાથે જ 1955માં નોધાયેલો 160 મિમીનો 71 વર્ષ જૂનો ઓક્ટોબર મહિનાનો રેકોર્ડ તૂટી ગયો છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, ભારે વરસાદને કારણે એક મહિલા સહિત બે લોકોનાં મોત થયા છે અને ભારે વરસાદને કારણે સ્થાનિક લોકોના જનજીવન ઠપ થઇ ગયું હતું. સવારે શરૂ થયેલ વરસાદને કારણે રહેણાંક વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતાં. વાહનોને નુકસાન થયું હતું અને અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનઓ બની હતી. અધિકારીઓનાં જણાવ્યા અનુસાર સતત પડેલા વરસાદને કારણે મહત્તમ તાપમાન ઘટીને 23.3 ડિગ્રી સેલ્સિયસ થઇ ગયું હતું. જે સામાન્ય કરતા 9 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું.

જમ્મુનાં રાયપુર ડોમાના વિસ્તારમાં એક 27 વર્ષીય મહિલા લાપતા થઇ હતી. તે પોતાના પતિને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારે અચનાક આવેલા પૂરનાં પાણીમાં આ મહિલા તણાઇ ગયા હોવાનું માનવામાં આવે છે. તેનો પતિ પાર્ક કરેલી કારને ખસેડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે ગમે તે રીતે પોતાના પ્રાણ બચાવવામાં સફળ રહ્યો હતો. જોકે સ્થાનિક લોકો, પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો દ્વારા સઘન શોધખોળ કરવા છતાં તેની પત્ની મળી આવી ન હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગતરોજ સાંજે ડોમાના વિસ્તારમાંથી અન્ય એક વ્યકિતનો મૃતદેહ મળી આવ્યો હતો.(સૌજન્ય)