તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

કેદારનાથ યાત્રાના માર્ગ પર લિંચોલીમાં કાટમાળ નીચે દટાયેલા ત્રણ મૃતદેહ મળી આવ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કેદારનાથ યાત્રાના માર્ગ પર લિંચોલીમાં કાટમાળ નીચે દટાયેલા ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. આ મૃતદેહોને લઈને એવી આશંકા લગાવાઈ રહી છે કે ત્રણેયના મોત 31 જુલાઈના રોજ વાદળ ફાટવાના કારણે થયા છે. SDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ત્રણેયના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ વર્ષે ચોમાસાની ઋતુમાં દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલનની ઘટના બની છે. જેમાં વાયનાડ અને કેદારનાથમાં ભારે તારાજી સર્જાઈ છે. ત્યારે ગુરુવારે કેટલાક શ્રમિકોએ કાટમાળ નીચે દટાયેલા કેટલાક મૃતદેહની એસડીઆરએફને જાણ કરી હતી.

ત્યારબાદ એસઆઈ પ્રેમ સિંહના નેતૃત્વમાં એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. જેમા મોટા પથ્થરો નીચે દટાયેલા મૃતદેહોને બહાર કાઢીને જિલ્લા પોલીસને સોંપવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ દ્વારા મૃતદેહોની ઓળખની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે 31મી જુલાઈની રાત્રે ભારે વરસાદને કારણે કેદારનાથ પદયાત્રાના માર્ગની 13 જગ્યાએ ભારે નુકસાન થયું હતું. માર્ગ ખોલવામાં સમય લાગી રહ્યો છે. હાલમાં હવાઈ મુસાફરી ચાલુ છે. ભીમ્બલી અને લિંચોલી વચ્ચે ભારે વરસાદને કારણે ગૌરીકુંડ અને રામબાડા વચ્ચેના માર્ગોને સૌથી વધુ નુકસાન થયું હતું. ભીમ્બલી અને જંગલચટ્ટીમાં મોટાભાગના રસ્તાઓ તૂટી ગયા હતા. જ્યારે 10 જગ્યાઓ એવી હતી કે જ્યાં રોડ ખરાબ થઈ ગયો હતો. જંગલચટ્ટીમાં 50 મીટર રોડ ધોવાઈ ગયો હતો.