Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

બિહાર : ટ્રક અને બસ વચ્ચે ભીષણ અકસ્માત, આ અકસ્માતમાં 35 યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

બિહારનાં સમસ્તીપુરમાં મુસરીઘરારી ક્રોસિંગ પાસે નેપાળથી આવી રહેલી બસને અકસ્માત નડ્યો હતો. જોકે 25 ઓગસ્ટ સવારે ઝડપી આવી રહેલા ટ્રકે બસને પાછળથી ટક્કર મારતા બસમાં મુસાફરી કરી રહેલી મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 35 નેપાળી યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણકારી પોલીસને થતાં સ્થાનિક લોકોની મદદથી તમામ ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. ઘટનાને લઈને સમસ્તીપુર સદર અનુમંડળના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આ ઘટના વહેલી સવારે નેશનલ હાઈવે-28 પર મુસરીઘરારી ક્રોસિંગ પાસે બની હતી.

ઘટના સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે, નેપાળી બસને એક ઝડપી આવતા ટ્રકે પાછળથી ટક્કર મારી હતી, ત્યારબાદ બસ પલટી ગઈ હતી. જેમાં 35 નેપાળી યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયાં હતા. સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતા સ્થળ પર પહોંચીને બસમાં સવાર ઈજાગ્રસ્ત યાત્રીઓને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. પોલીસે જણાવ્યું હતું કે, ઘટનામાં માત્ર બે લોકોને ગંભીર ઈજા થયેલા યાત્રીઓને અન્ય હોસ્પિટલ રીફર કરવામાં આવ્યાં છે. જોકે સારવાર પછી તમામ ઈજાગ્રસ્ત યાત્રીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ કહ્યું કે, ‘બસ અને ટ્રક બંને વાહનોને જપ્ત કરીને વધુ તપાસ હાથ ધવામાં આવી છે.’ જ્યારે સ્થાનિક લોકોએ જણાવ્યુ હતું કે, ‘નેપાળથી આવેલા શ્રદ્ધાળુઓ ઝારખંડના દેવઘર જિલ્લામાં પૂજા કરવા માટે જઈ રહ્યાં હતા, ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાયો હતો.