તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

ભરૂચ નગરપાલિકાનાં વોર્ડ નંબર ૬નાં કોર્પોરેટર વિશાલનું કાટમાળ નીચે દબાઈ જતાં મોત નિપજ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૬ના કોર્પોરેટર વિશાલ વસાવા અને તેમના પત્ની રાત્રિના તેમના મકાનમાં સુવા માટે ગયા હતા. તે દરમ્યાન તેમના મકાનની છતનો મોભ પડતા તેની નીચે દબાઈ જતા વિશાલ વસાવાનું મોત નિપજયુ છે. જયારે તેમના પત્નીને ઈજાઓ પહોંચી હોવાના જાણવા મળ્યું હતું. ભરૂચ શહેરના વોર્ડ ૬ના નગરપાલિકાના સભ્ય વિશાલ વસાવા અને તેમના પત્ની અમિતા વસાવા શહેરના જુમ્મા મસ્જિદની સામે આવેલ પાયોનીગર સ્કુલ નજીર વરસો જુના મકાનમાં રાત્રિના સુવા માટે ગયા હતા.

તે દરમ્યાન રાત્રિના ૧૨.૩૦ વાગ્યાના અરસામાં તેમના મકાનની લાકડાંની મોભ અને તેનો કાટમાળ પડતા તેઓ બંને અંદર દબાઈ ગયા હતા. જેની જાણ થતા જ પાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોએ દોડી આવી બંનેને બહાર કાઢી ભરૂચ સીવીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જેમાં વિશાલ વસાવાને મોઢાના અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જયારે તેમના પત્નીને ઈજાઓ પહોંચતા સારવાર અપાઈ હતી. જોકે રાત્રિના સમયે સભ્યના મોતાના સમાચાર ફેલાઈ જતા ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિત પાલિકાના સભ્યો અને અધિકારીઓ પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. આ મામલે ભરૂચ બી.ડીવીઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.