તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

નાગપુરમાં હિંસા બાદ બેકાબૂ ટોળાંએ અનેક દુકાનો પણ તોડફોડ કરી અને પથ્થરમારો કર્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મહારાષ્ટ્રના નાગપુરમાં 17મી માર્ચે રાત્રિના સમયે ભયંકર હિંસા બાદ અનેક ગાડીઓમાં આગચંપી કરવામાં આવી હતી. બેકાબૂ ટોળાંએ અનેક દુકાનો પણ તોડફોડ કરી અને પથ્થરમારો કર્યો. પહેલા નાગપુરના મહાલ વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ અને બાદમાં હિંસાની આગ હંસપુરી વિસ્તારમાં પણ પહોંચી. અજ્ઞાત ભીડના આતંક બાદ શહેરમાં તણાવ વધી ગયો છે. નાગપુરના અનેક વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવવાના આદેશ આપવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબર હટાવવા મુદ્દે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. હિન્દુ સંગઠનો કબરને હટાવવાની માંગ કરી રહ્યા છે.

એવામાં બજરંગ દળ દ્વારા ઔરંગઝેબનું પૂતળું સળગાવાયું. જોકે બાદ ધર્મગ્રંથ સળગાવવાની અફવા બાદ હિંસા ફાટી નીકળી હતી. હિંસામાં અનેક પોલીસ જવાનો ઘાયલ પણ થયા છે. સોમવારે સાંજે ગણેશપેઠ વિસ્તારમાં પવિત્ર ગ્રંથ સળગાવવાના આરોપ સાથે એક ફરિયાદ પણ નોંધાવાઈ. જે બાદ વિવિધ વિસ્તારોમાં ધીમે ધીમે ભીડ એકત્ર થવા લાગી અને હિંસાની શરૂઆત થઈ. નાગપુરના ઓલ્ડ ભંડારા રોડ પાસે હંસપુરી વિસ્તારમાં રાત્રિના 10.30થી 11.30ની વચ્ચે અનિયંત્રિત ભીડે અનેક વાહનોને આગના હવાલે કર્યા. અનેક ઘરો તથા ક્લિનિકમાં પણ તોડફોડ કરવામાં આવી.  પોલીસે મહાલ વિસ્તારમાં થયેલી હિંસામાં તાત્કાલિક તપાસ હાથ ધરીને 15 લોકોની અટકાયત કરી છે.

ભીડને ભગાવવા માટે પોલીસે અહીં લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકોને શાંતિ બનાવી રાખવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, ‘નાગપુર એક શાંતિપૂર્ણ શહેર છે તથા આ શહેર હળીમળીને રહેવા માટે જાણીતું છે. કોઈ પણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપશો. અમે સતત પોલીસના સંપર્કમાં છીએ અને તમે પણ તંત્રનો સહયોગ કરો.’ પોલીસે મહાલ વિસ્તારમાં થયેલી હિંસામાં તાત્કાલિક તપાસ હાથ ધરીને 15 લોકોની અટકાયત કરી છે. ભીડને ભગાવવા માટે પોલીસે અહીં લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકોને શાંતિ બનાવી રાખવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, ‘નાગપુર એક શાંતિપૂર્ણ શહેર છે તથા આ શહેર હળીમળીને રહેવા માટે જાણીતું છે. કોઈ પણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપશો. અમે સતત પોલીસના સંપર્કમાં છીએ અને તમે પણ તંત્રનો સહયોગ કરો.’