માંડવીનાં વરેઠી ગામે રહેતી મહિલાએ ઇકો ગાડી ખરીદવાના ચક્કરમાં રૂ.૮૯ હજાર ગુમાવ્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સંગીતાબેને નોંધાવેલી ફરિયાદ મુજબ, દિવ્યેશભાઈ ગોહિલ નામના વ્યક્તિએ, જેણે પોતાને ઈન્ડિયન આર્મીમાં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. 
સંગીતાબેને દિવ્યેશભાઈનો સંપર્ક કરી આ કાર ખરીદી લઈ તેની નક્કી કરેલી રકમ અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા ચૂકવી હતી. જેમાં પ્રથમ તારીખ ૧૩ ફેબ્રુઆરીના રોજ રૂ.૨૪,૬૫૦ આરોપીના મોબાઇલ નંબર પર ગૂગલ પે દ્વારા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ તારીખ ૪ ફેબ્રુઆરી નારોજ બેંક ઓફ બરોડાના એકાઉન્ટ નંબરમાં અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ.૬૪,૫૦૦ જમા કરાવ્યા હતા. આમ કુલ રૂ.૮૯,૧પ૦ ચૂકવ્યા બાદ દિવ્યેશે મહિલાને ગાડી ન આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. બનાવ અંગે માંડવી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.



