વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મહાદેવ તળાવ નજીકના વુડાના મકાનોમાં ચાલી રહેલા જુગારધામ પર પોલીસે દરોડો પાડીને કુલ પાંચ ઇસમોને ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી મુજબ, પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન મહાદેવ તળાવ પાસે આવેલ વુડાના બ્લોક નંબર 18, મકાન નંબર 15માં રહેતો અરવિંદભાઇ મેલસિંગભાઇ વસાવા પોતાના મકાનમાં બહારથી લોકોને ભેગા કરી જુગાર રમાડી રહ્યો છે. પોલીસે મકાનમાં દરોડો પાડતા, જુગાર રમતા પાંચ જુગારીઓ રંગે હાથ ઝડપાઈ ગયા હતા.
ઝડપાયેલ અરવિંદભાઇ વસાવા (મકાન માલિક), દિપકભાઇ રાજ, દશરથભાઇ દેવીપૂજક, યોગેશભાઇ વસાવા અને કિશોરભાઇ કહારનો ઝડપી પાડ્યો હતો. આમ, પોલીસે ઝડપાયેલ ઈસમો પાસેથી રૂપિયા 27,660 રોકડા જપ્ત કર્યા હતા અને આ ઉપરાંત એક નંગ મોબાઈલ ફોન અને જુગાર રમવાના સાધનો સહિત કુલ રૂપિયા 32,660/-નો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી જરૂરી કાર્યાવહી હાથ ધરી હતી.(સૌજન્ય)




