સુરત એસ.ઓ.જી પોલીસે બાતમીનાં આધારે કામરેજ પોલીસ મથકનાં ગેસ રિફિલિંગ ગુનાનાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો હતો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કામરેજ પોલીસ મથકે નોંધાયેલ ગેસ રિફિલિંગ ગુનાનો વોન્ટેડ આરોપી વિકાસ અશ્વીન પટેલ નેશનલ હાઈવે નંબર-૪૮ પર વલથાણ ગામનાં પાટીયા પાસે હોવાની એસ.ઓ.જી. પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસે તાત્કાલિક બાતમીવાળા સ્થળ પર દરોડો પાડયો હતો. જ્યાંથી પોલીસને વોન્ટેડ આરોપી વિકાસ અશ્વીન પટેલ (રહે.સિલ્વર પોઈન્ડ સોસાયટી, હલધરૂ પાટીયા, જોળવા, પલસાણા) દેખાતા જ તેની ધરપકડ કરી જેલમાં પૂરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



