કડોદરા GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નિયોલ ટ્રાન્સપોર્ટના કમ્પાઉન્ડમાં સ્થિત રીટકો લોજીસ્ટીક લીમીટેડ કંપનીના પાર્કિંગમાંથી અજાણ્યા તસ્કરોએ પાંચ ટૂંકોમાંથી કુલ ૧૦ બેટરીઓ ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. આ ચોરીની ઘટનામાં અંદાજે રૂ.૫૦ હજારની મત્તાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. 
આ અંગે કંપનીના કર્મચારી હોંશીયારસિંગ હુકમીચંદ શર્માએ કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ પોતાની કરિયાદમાં જણાવ્યું છે કે, કોઈ અજાણ્યો ચોર ઈસમ તેમની કંપનીના પાર્કિંગમાં મુકેલી પાંચ ટ્રકોમાંથી કુલ ૧૦ બેટરીઓ જેની કિંમત અંદાજે રૂ.૫૦ હજાર છે તે ચોરી કરી નાસી ગયો છે. કડોદરા GIDC પોલીસે આ અંગે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.




