Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

નીતિન ગડકરીની મોટી જાહેરાત : દેશભરમાંથી ટોલ પ્લાઝા હટાવવા માટે કેન્દ્ર સરકાર કરી રહી છે ઝડપી કામગીરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશભરના પ્રવાસીઓને ટોલ પ્લાઝામાંથી રાહત આપવા માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, ‘દેશભરમાંથી ટોલ પ્લાઝા હટાવવા માટે કેન્દ્ર સરકાર ઝડપી કામગીરી કરી રહી છે અને ટૂંક સમયમાં નવી ટોલ પોલિસી રજૂ કરવામાં આવશે. ગડકરીએ મુંબઈના દાદરમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે, આગામી 15 દિવસમાં નવી પોલિસીની જાહેરાત કરવામાં આવશે. જોકે તેમણે પોલિસીની માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો છે.

પરંતુ આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, નવી પોલિસી જાહેર થતાં જ ટોલ સંબંધિત તમામ ફરિયાદો ખતમ થઈ જશે. આ સાથે કેન્દ્રીય મંત્રીએ મુંબઈ-ગોવા હાઇવેની કામગીરી અંગે વિશ્વાસ સાથે કહ્યું કે, ‘આ હાઇવે જૂન-2025 સુધીમાં સંપૂર્ણ બનીને તૈયાર થઈ જશે. ત્યારબાદ હાઇવે પરથી રોજબરોજ પસાર થતાં પ્રવાસીઓ, ખાસ કરીને કોંકણ વિસ્તારના લોકોને મોટી રાહત મળશે.’ આ ઉપરાંત તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટ તૈયાર કરાઈ રહ્યો હતો, ત્યારે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે. જમીન અધિગ્રહણ કરવા માટે કાયદાકીય પ્રક્રિયા અને પારિવારિક ઝઘડાના કારણે પ્રોજેક્ટમાં વિલંબ થયો છે. અનેક મામલામાં વળતર ચૂકવવામાં સમસ્યા થઈ, જેના કારણે નિર્માણ કાર્ય અટકતું રહ્યું હતું. જોકે હવે આ તમામ અડચણો દૂર થઈ ગઈ છે અને કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.