તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

પહલગામ આતંકવાદી હુમલાના પગલે સમગ્ર દેશમાં શોક અને ગુસ્સાનો માહોલ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

જમ્મુકાશ્મીરનાં પહલગામ આતંકી હુમલા બાદ ભારત તમામ ક્ષેત્રોમાં પાકિસ્તાનનો બહિષ્કાર કરી રહ્યો છે. આજે ભારતમાં પાકિસ્તાન સરકારનું X એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ભારતે પાકિસ્તાનન સાથેની અત્યંત મહત્ત્વની સિંધુ જળ સંધિ પર રોક મૂકી હતી. કાયદાકીય ધોરણે પાકિસ્તાન સરકારનું X હેન્ડલ સસ્પેન્ડ કરવાની માગના પગલે આ કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું ટ્વિટરે જણાવ્યું છે.

પહલગામ આતંકવાદી હુમલાના પગલે સમગ્ર દેશમાં શોક અને ગુસ્સાનો માહોલ છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે ગતરોજ પાકિસ્તાન સામે સિંધુ જળ કરાર પર રોક લગાવવા, ભારતમાં પાકિસ્તાનના રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવા અને પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવા સહિતની આકરી કાર્યવાહી કરી હતી. હવે ભારતમાં પાકિસ્તાન સરકારનું ‘X’ એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, પહલગામના વિનાશકારી આતંકવાદી હુમલામાં ગુજરાતના ત્રણ સહિત કુલ 28 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. પહલગામમાં થયેલા આતંકી હુમલા મુદ્દે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CSS) બેઠક યોજાઈ હતી.

જેમાં આતંકવાદને સમર્થન આપી રહેલા પાકિસ્તાન વિરૂદ્ધ અનેક પગલાં લેવામાં આવ્યા છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન હાઈ કમિશને પહેલી મે સુધીમાં પોતાના રાજદ્વારીઓની સંખ્યા 55થી ઘટાડી 30 કરવાની રહેશે. ભારત પણ પાકિસ્તાનમાં પોતાના રાજદ્વારીઓને પાછા બોલાવી રહ્યું છે. વધુમાં નવી દિલ્હી ખાતે પાકિસ્તાન હાઈ કમિશન પરથી તમામ સુરક્ષા હટાવી લેવામાં આવી છે. તેના અધિકારીઓને સપ્તાહની અંદર ભારત છોડવા આદેશ આપી દેવામાં આવ્યો છે. ભારતે ઈસ્લામાબાદમાં પોતાના હાઈ કમિશન પરથી પણ સૈન્ય સલાહકારોને પાછા બોલાવ્યા છે.