તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

રશિયાએ યુક્રેનની રાજધાનીમાં ભીષણ ડ્રોન અને મિસાઈલોથી હુમલો કર્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રશિયાએ યુક્રેન વિરુદ્ધના યુદ્ધને વધુ આક્રમક બનાવ્યું હોય, તેમ કીવ પર ભયાનક હુમલો કર્યો છે. રશિયાએ યુક્રેનની રાજધાનીમાં ભીષણ ડ્રોન અને મિસાઈલોથી હુમલો કરતા 6 બાળકો સહિત 9 લોકોના મોત અને 70 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ હુમલામાં અનેક ઈમારતો ધરાશાયી થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. યુક્રેનાના અધિકારીઓે રશિયા દ્વારા કરાયેલા હુમલાની માહિતી આપી છે.

કીવ સિટી મિલિટ્રી એડમિનિસ્ટ્રેશને ટેલીગ્રામ ચેનલ પર કહ્યું કે, રશિયાએ ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલથી કીવ પર હુમલા કર્યા છે. યુક્રેનની સ્ટેટ ઈમરજન્સી સર્વિસે કહ્યું કે, હુમલા બાદ ઓછામાં ઓછા 43 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધરાશાયી થયેલી ઈમારકોના કાટમાળ નીચે અનેક લોકો દબાયા છે, જેમને બચાવવા માટે પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. કીનના સૈન્ય અધિકારી પ્રમુખ તૈમૂર તકાચેંકોએ કહ્યું કે, ‘રશિયાના હુમલાના કારણે કીવમાં અનેક ઈમારતોમાં આગ લાગી હોવાની માહિતી મળી છે. તેણે મોડી રાત્રે લગભગ એક વાગ્યે હુમલા શરૂ કર્યા હતા અને અમારા ચારથી વધુ વિસ્તારોને નિશાન બનાવ્યા છે. સૌથી વધુ સ્વિયાતોશિન્સ્કી જિલ્લામાં ભારે વિનાશ વેર્યો છે.