તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

ઉમરગામનાં યુવકે ફાંસો ખાઈ આપઘાત કર્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઉમરગામનાં માહ્યાવંશી ફળિયામાં રહેતા જીગ્નેશભાઈ ગણેશભાઈ માહ્યાવંશી મુંબઈમાં નોકરી કરતી તેની માતા સુમિત્રાબેન સાથે શુક્રવારે રાત્રે ફોન પર વાત કરતા હતા. તે દરમિયાન જિગ્નેશનો અવાજ તે ગભરાઈને બોલી રહ્યો હોય તેવો જણાયો હતો. જે બાદ ફોન પણ બંધ થઈ ગયો હતો.

જેથી સુમિત્રાબેને પોતાના ભાઈ રાકેશને ફોન કરીને સમગ્ર વાત જણાવી ઘરે જઈને જોવા કહ્યું હતું. ત્યારબાદ ભાઈની દીકરી નંદિનીએ જિગ્નેશના ઘરે જઈ ડોરબેલ વગાડયો હતો. પરંતુ જિગ્નેશે દરવાજો ખોલ્યો ન હતો. આથી રાકેશભાઈએ બારીમાંથી જોતા જિગ્નેશ ઘરના બેડરૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં દેખાયો હતો. ઘટનાને પગલે આજુબાજુના લોકોએ ભેગા થઈ દોરી કાપી જિગ્નેશને નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જતા હાજર પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો.