તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

ચીનની એક રેસ્ટોરાંમાં ભીષણ આગ લાગતાં ૨૨ લોકોનાં મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ચીનનાં લિયા ઓનિંગ પ્રાંતનાં મુખ્ય શહેર લિયા-ઓનિંગની એક રેસ્ટોરાંમાં મંગળવારે બપોરે ૧૨.૨૫ વાગે અચાનક ભીષણ આગ ફેલાઈ જ્યાં ઓછામાં ઓછા ૨૨ લોકોનાં મૃત્યુ થયા છે. જ્યારે અનેકને દાહ થયા છે અને આગ લાગતા થયેલી અડફા-તડફી જતાં નાસભાગને લીધે કેટલાંકને ઈજાઓ પણ થઈ છે. ચીનના સરકારી પ્રસારકના સીસીટીવી દ્વારા આ માહિતી પ્રાપ્ત થઈ છે.

તેમાં જણાવ્યું છે કે, બપોરે ૧૨.૨૫ વાગે. લોકો લંચ લેવા રેસ્ટોરાંમાં ગયા હતા ત્યારે આ આગ ફાટી નીકળી હતી અને જોત-જોતામાં વ્યાપક બની ગઈ હતી. આગનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. રીપોર્ટ વધુમાં જણાવે છે કે, લિયા-ઓનિંગ એક ઐતિહાસિક શહેર છે તે શેન-યાંગ શહેરથી એક કલાકના અંતરે જ આવેલું છે. તે સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે પણ ખ્યાતનામ છે. તેમજ ત્યાં ઘણા ઉદ્યોગો પણ છે.

આ ઘટના પાછળ આગ સામેની સલામતી વિષેના નિયમોનું યોગ્ય પાલન થતું ન હોવાની પણ આશંકા રહેલી છે તેમ કહેતાં અધિકારીઓ જણાવે છે કે, જલ્દીથી સળગી ઉઠે તેવા પદાર્થો કે ગેસનાં સાધનો વિષે કાળજી ન રાખવાને લીધે તેમજ ઈલેકિટ્રક વાયરિંગ બિસ્માર થઈ જતાં થતી શોર્ટ-સર્કિટને લીધે આવી ઘટનાઓ બને છે. જનતાને તથા વેપાર-ઉદ્યોગોને તે બધા વિષે તાકીદ કરાઈ હોવા છતાં માત્ર ને માત્ર બેદરકારીને લીધે આવી ઘટનાઓ પહેલા પણ બની હતી.