તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

સોલાપુર MIDCમાં આવેલ ફેક્ટરીમાં ભયંકર આગ, આ આગમાં ફેક્ટરીનાં માલિક સહિત 8 ના મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મહારાષ્ટ્રના સોલાપુર MIDCમાં આવેલી સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રી ફેક્ટરીમાં લાગેલી આગે ફરી એકવાર ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. થોડા સમય પહેલા આગ પર કાબુ મેળવી લેવાયો હતો, જોકે ફરી અચાનક આગ ફાટી નીકળી છે. આગમાં ફેક્ટરીના માલિક સહિત કુલ 8 લોકોના મોત થયા હતા. બચાવ કામગીરી દરમિયાન ફાયરબ્રિગેડના વડા સહિત કુલ 2 કર્મચારીઓને ઈજા થઈ છે. સોલાપુરના અક્કલકોટ રોડ પર એમઆઈડીસી સ્થિત સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીઝ ફેક્ટરીમાં આજે સવારે લગભગ ત્રણ વાગ્યે ભીષણ આગ લાગી હતી.

આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે આવી ગઈ હતી. સવારે લગભગ 5:30 વાગ્યે ફાયર વિભાગે આગમાંથી ત્રણ કર્મચારીઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા. સાંજે  5.00 કલાકે આગ પર કાબુ મેળવી લેવાયો હતો, જોકે એક કલાકમાં જ આગે ફરી ભભુકી હતી. જ્યારે ખબર પડી કે ફેક્ટરી માલિક અને પરિવાર અંદર ફસાઈ ગયા છે, ત્યારે ફાયર બ્રિગેડની ટીમે 14 કલાક સુધી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. આગ એટલી ભયંકર હતી કે ફાયર વિભાગની ટીમે દિવાલ તોડીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આગ કાબુમાં આવ્યા બાદ વધુ પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 8 લોકોના મોત થયા છે.