તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

ચિલોડા નરોડા હાઇવે પર ઊભેલ ટ્રક પાછળ કાર ઘુસી જતા એકનું મોત નિપજયું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગર શહેર નજીક ચિલોડા નરોડા હાઇવે ઉપર વલાદ પાસે ઊભેલી ટ્રક પાછળ કાર ઘુસી જતા પરિવારના સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે પૈકી એકમાં સારવાર દરમિયાન મોત થયું છે. જે ઘટના અંગે હાલ ડભોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે. સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, મૂળ રાજસ્થાનનાં રાજસંમંદ  જિલ્લાના વતની વિનોદભાઈ મીઠાલાલ ધોબી તેમના પરિવાર સાથે રાજસ્થાન સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા.

જ્યાંથી ગત સોમવારના રોજ તેઓ તેમના પત્ની જાનકીબેન તેમજ તેમના સાસુ મુન્નીબેન અને તેમના સાંઢુ દેવીલાલ સાથે રાજસ્થાનથી પરત ફરી રહ્યા હતા. કાર દેવીલાલ ચલાવી રહ્યા હતા અને તે ચિલોડાથી નરોડા તરફ જઈ રહી હતી તે સમયે વલાદથી આગળ પંચેશ્વર મહાદેવ નજીક ઉભેલી ટ્રક પાછળ કાર ઘુસી ગઈ હતી અને કારમાં સવાર તમામ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે રાત્રે વિનોદભાઈનું મોત થયું હતું. જેથી અકસ્માતની આ ઘટના અંગે તેમના નાનાભાઈ દિનેશભાઈ ધોબીની ફરિયાદના આધારે ડભોડા પોલીસ દ્વારા કારક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.