તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

ઝારખંડમાં કોલસાની ખાણ ધસી પડી, ત્રણનાં મોત, સાત લોકોને બચાવાની કામગીરી શરૂ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઝારખંડનાં રામગઢમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં કોલસાની ખાણ ધસી પડવાથી ત્રણ લોકોના મોત થયા છે અને હજુ સાત લોકો કાટમાળમાં ફસાયા છે. ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. અહેવાલો અનુસાર, આ કોલસાની ખાણ ગેરકાયદે હતી, કારણ કે  સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડએ અહીં કોલસાની ખાણનું કામ બંધ કરી દીધું હતું, તેમ છતાં કોલસાની ખાણમાં આઠ લોકો કામ કરી રહ્યા હતા. અહેવાલો અનુસાર, રામગઢના કુજુના મહુઆ ટુંગરી વિસ્તારમાં ગતરોજ રાત્રે ગેરકાયદે કોલસાનું ખનન ચાલી રહ્યું હતું.

આ દરમિયાન ભારે વરસાદના કારણે કોલસાની ખાણ અચાનક ધસી પડી હતી. જેના કારણે ખાણમાં કામકરતા આઠ જેટલા શ્રમિકો ફસાયા હતા. જેમાંથી ત્રણનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા રાહત અને બચાવની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતકોની ઓળખ કરમાલી, ઇમ્તિયાઝ અને નિર્મલ મુંડા તરીકે થઈ છે. ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. JCB અને અન્ય મશીનોની મદદથી કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે જેથી અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય. અગાઉ ધનબાદમાં પણ જમીન ધસી પડવાનો ઘટના બની હતી.  જમીન ધસી પડવાથી પાંચ ઘરોને નુકસાન થયું. આમાંથી એક ઘર સંપૂર્ણપણે ધ્વસ્ત થયું હતું. સદભાગ્યે ઘટના સમયે ઘરમાં કોઈ નહોતું. બધા ઘરની બહાર હતા, તેથી કોઈ જાનહાનિના થઈ ન હતી.