તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

પંજાબનાં હોશિયારપુરમાં એક ભયંકર અકસ્માતમાં 10 લોકોનાં મોત નિપજયાં

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

પંજાબનાં હોશિયારપુરમાં એક ભયંકર અકસ્માત થયો હતો. દસુહા હાજીપુર રોડ પર સાગરા બસ સ્ટેન્ડ પાસે મુસાફરોથી ભરેલી બસ કાબુ બહાર જઈને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 10 લોકોનાં મોતની આશંકા છે અને અનેક  મુસાફરો ઘાયલ થયા છે. અકસ્માતના સમાચાર મળતા જ લોકો, પોલીસ, વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ અને સ્થાનિકોએ સાથે મળીને બચાવ કાર્ય શરૂ કર્યું. ક્રેનની મદદથી બસને સીધી કરવામાં આવી અને તેની નીચે દટાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ઘાયલો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બસ ખૂબ જ સ્પીડમાં જઈ રહી હતી અને અચાનક સામેથી આવતી કાર સાથે અથડાઈ ગઈ, જેના કારણે બસ પલટી ગઈ. અકસ્માત એટલો ભયંકર હતો કે બસ પલટી ખાતા જ ઘટનાસ્થળે હાજર લોકોની ચીસ પડી ગઈ. સ્થાનિક લોકોએ કોઈ પણ વિલંબ કર્યા વિના બચાવ કાર્ય શરૂ કર્યું અને પોલીસને જાણ કરી. આસપાસના લોકોની મદદથી પોલીસ ટીમે ઘાયલ મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા. ઘણા ઘાયલોની હાલત હજુ પણ ગંભીર છે અને તેમને વધુ સારી સારવાર માટે ઉચ્ચ કેન્દ્રમાં રિફર કરવામાં આવ્યા છે. તેમજ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રારંભિક તપાસમાં, વધુ પડતી સ્પીડ અને ડ્રાઇવરની બેદરકારીને અકસ્માત કારણ માનવામાં આવી રહ્યું છે. તે એક મીની બસ હતી, જે ખાનગી કંપનીની બસ હોવાનું કહેવાય છે.