થાણે જિલ્લામાં પત્નીને શિક્ષિકાની કાયમી નોકરી અપાવવાને બહાને એડવોકેટ સાથે 7.5 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ પાંચ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. તિલકનગર પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર પાંચેય આરોપી મુંબઈના રહેવાસી છે, જેમાં બે મહિલાનો સમાવેશ છે. પાંચેય વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો.મે, 2021થી ઑગસ્ટ, 2025 દરમિયાન આ છેતરપિંડી આચરવામાં આવી હતી અને આ પ્રકરણે નોધાવાયેલી ફરિયાદને આધારે બુધવારે ગુનો દાખલ કરાયો હતો. કેસની તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. (પીટીઆઇ)
તાજા સમાચાર
દક્ષિણ ભારતમાંથી સામાન્ય રીતે 1 જૂનની આસપાસ શરૂ થતું ચોમાસું આ વર્ષે વહેલું દસ્તક દઈ રહ્યું છે
|
ઉત્તરપ્રદેશનું ઈટાવા ૪૮ ડિગ્રી સાથે વિશ્વનું સૌથી ગરમ સ્થળ બન્યું
|
ગુલમર્ગ રોપ-વેમાં ટેકનિકલ ગરબડ થતાં ૩૦૦થી વધુ પ્રવાસીઓ ફસાઈ
|
ગોંડલ નજીક સર્જાયેલ ગંભીર અકસ્માતમાં બે મહિલાનાં ઘટના સ્થળ પર મોત, પાંચ જણાની હાલત ગંભીર
|
ગ્રીન કાર્ડ મેળવવા માટે ઘણા લોકોએ અમેરિકા છોડીને પોતાના દેશમાં પાછા આવીને અરજી કરવી પડશે
|
કાર્યક્ષમતા વધારવા અને સ્વચ્છ ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકારે કાનૂની મેટ્રોલોજી નિયમો, 2013માં સુધારો કર્યો
|



