Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Local News : જાહેરનામાનો ભંગ કરી હથિયાર સાથે ફરતા શખ્સની પોલીસ દ્વારા ધરપકડ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભરૂચ : આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરનામાનો ભંગ કરી મારક હથિયાર સાથે જાહેરમાં ફરતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. મછાસરા ગામની બાપુનગરીમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને આ સફળતા મળી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૧૧ માર્ચ ૨૦૨૬ના રોજ આમોદ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો આછોદ બીટ વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી.

સવારે આશરે ૦૯:૩૦ વાગ્યાના અરસામાં જ્યારે પોલીસ ટીમ મછાસરા ગામની બાપુનગરી પાસે પહોંચી, ત્યારે એક યુવક હાથમાં અંદાજે ચાર ફૂટ લાંબો લાકડાનો ધોકો (મારક હથિયાર) લઈને જતો જોવા મળ્યો હતો. શંકા જતાં પોલીસે તેને અટકાવી પૂછપરછ કરી હતી. પોલીસ તપાસમાં પકડાયેલા શખ્સનું નામ દિલીપભાઈ રણછોડભાઇ રાઠોડ (ઉંમર ૨૮ વર્ષ) હોવાનું બહાર આવ્યું છે, જે મછાસરા ગામનો જ રહેવાસી છે. જાહેર રસ્તા પર હથિયાર સાથે રાખવા બાબતે પૂછતા તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!