તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Local News : વાલિયાના ડણસોલી ગામે હનુમાનજી મંદિર પાસે ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભરૂચ : વાલિયાના ડણસોલી ગામે હનુમાનજી મંદિર પાસે ખુલ્લા મેદાનમાં ટોર્ચના અજવાળે જુગાર રમતા ૮ શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.૩૯,૦૨૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે તા.૧૦મી માર્ચની રાત્રે વાલિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીદાર મારફતે ચોક્કસ માહિતી મળી હતી કે ડણસોલી ગામના લીમડી ફળિયા પાસે આવેલ હનુમાનજી મંદિરની બાજુમાં કેટલાક ઈસમો એકઠા થઈ મોબાઈલ ટોર્ચના અજવાળે ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે રાત્રિના આશરે ૧૧:૧૫ વાગ્યે દરોડો પાડ્યો હતો.પોલીસના દરોડામાં ૮ ઈસમો સ્થળ પરથી પકડાઈ ગયા હતા. પોલીસે દાવ પરથી અને આરોપીઓની અંગ ઝડતી લેતા રોકડ રકમ,મોબાઈલ ફોન ૫ નંગ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. (૧) યોગેશભાઇ કરશનભાઇ વસાવા (૨) લાલુભાઇ અર્જુનભાઇ વસાવા (૩) કૌશીકભાઇ કાનજીભાઇ વસાવા (૪) મનહરભાઇ ગંભીરભાઇ વસાવા (૫) અવિચનભાઇ અર્જુનભાઇ વસાવા (૬) સતિષભાઇ સુકાભાઇ વસાવા (૭) મનિષભાઇ સુકાભાઇ વસાવા (૮) પ્રકાશભાઇ અભેસિંગભાઇ વસાવા (તમામ રહેવાસી: લીમડી ફળિયું, ડણસોલી, તા.વાલિયા). વાલિયા પોલીસે આ મામલે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.