Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સૂરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટ પર રૂ.100ની લાંચ લેતા લાંચિયા ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કચ્છ: કચ્છ જિલ્લામાં લાકડા ભરેલા વાહનોના વાહતુક પાસમાં સિક્કા કરી નોંધ કરવા બદલ કથિત લાંચ માંગવામાં આવતી હોવાની માહિતીના આધારે એ.સી.બી. ગાંધીધામ દ્વારા તા. 24 ઓગસ્ટે ડીકોય ગોઠવવામાં આવ્યો હતો.

ડીકોય દરમિયાન સૂરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટની ઓફિસ ખાતે ખાનગી વ્યક્તિ જામનસા ઓસામણ સૈયદે વનરક્ષક હરેશભાઈ હેમરાજભાઈ ચૌધરીના કહેવા મુજબ વાહતુક પાસમાં સિક્કા કરી નોંધ કરવા બદલ જાગૃત નાગરિક પાસેથી રૂ.100ની લાંચ માંગી હતી. લાંચની રકમ સ્વીકારતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો અને રૂ.100ની રકમ રિકવર કરવામાં આવી હતી.એ.સી.બી.ના જણાવ્યા મુજબ, લાકડા ભરેલા વાહનો પાસેથી રૂ.100થી રૂ.1,000 સુધીની ગેરકાયદેસર લાંચ માંગવામાં આવતી હોવાની રજૂઆતો મળી હતી. સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.