Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સરકારી સાહેબો’ની જાળમાં વ્યારાની મહિલા તબીબ: છ વર્ષ સુધી ઠગાઈ, રૂ.45.13 લાખ પડાવ્યા!

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તાપી : વ્યારા જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા મેડિકલ ઓફિસરને વીમા પોલિસીની પાકતી રકમ પરત અપાવવાના બહાને કથિત ઠગ ટોળકીએ રૂ.45.13 લાખની છેતરપિંડી આચર્યાની ફરિયાદ તાપી સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાઈ છે. ફરિયાદ મુજબ, ઠગાઈનો ખેલ વર્ષ 2020થી 2026 સુધી ચાલ્યો હતો.આરોપીઓએ પોતાને SBI Life Insurance, નાણા મંત્રાલય, IRDA અને આવકવેરા વિભાગના અધિકારીઓ તરીકે ઓળખાવી તબીબનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ કથિત બનાવટી લેટરપેડ, સીલ અને દસ્તાવેજોના આધારે પોલિસીની મોટી રકમ પરત મળવાની વાત કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

પોલિસીના નાણાં મેળવવા માટે ટેક્સ, પ્રોસેસિંગ ફી, રિફંડેબલ ચાર્જ, NOC ફી અને પેનલ્ટી સહિતના વિવિધ બહાના બતાવી તબીબ પાસેથી તબક્કાવાર નાણાં પડાવાયા હોવાનો આક્ષેપ છે. તબીબે પોતાના તથા સંબંધીઓના ખાતાઓમાંથી ઓનલાઈન ટ્રાન્સફર અને રોકડ જમા મારફતે વિવિધ બેંક ખાતાઓમાં કુલ રૂ.45,13,537 જમા કરાવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.ફરિયાદ મુજબ, નાણા મંત્રાલયના નામે રૂ.80.19 લાખ, IRDAના નામે રૂ.95.98 લાખ અને આવકવેરા વિભાગના નામે રૂ.1.02 કરોડથી વધુની રકમ મળવાપાત્ર હોવાનું દર્શાવતા દસ્તાવેજો રજૂ કરાયા હતા. દસ્તાવેજોની ખરાઈ સહિત સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી છે.

આ કેસમાં આશિષ ભટ્ટાચાર્ય, સુજીત શર્મા, અમિત ચૌહાણ, પ્રનેનંદુ દાસ, રાજેશ સોલંકી, તેજારામ પટેલ સહિત 16થી વધુ વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે. સમગ્ર કેસની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. જાદવને સોંપવામાં આવી છે.