Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

પશ્ચિમ બંગાળમાં ૨૩૨ ગેરકાયદે મદરેસા બંધ કરવાનો આદેશ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં જિલ્લા વહીવટીતંત્રની તપાસ બાદ ૨૩૨ મદરેસાઓને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે ગંભીર અનિયમિતતાઓ સામે આવતા અન્ય ૧૦૦ મદરેસાઓને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.

PTI

મદરેસા શિક્ષણ મંત્રી ખુદીરામ ટુડુના જણાવ્યા મુજબ, રાજ્યના ૨૨ જિલ્લાઓ અને કોલકાતામાં મદરેસાઓની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં ૨,૧૩૨ મદરેસા માન્ય મંજૂરી સાથે, જ્યારે ૨,૩૯૬ મદરેસા કોઈ સરકારી બોર્ડ કે સત્તામંડળની મંજૂરી વિના ચાલતા હોવાનું સામે આવ્યું હતું. બંધ કરાયેલા મદરેસાઓમાં માલદા ૪૫ સાથે મોખરે, ઉત્તર દિનાજપુરમાં આશરે ૩૭-૩૮, દક્ષિણ ૨૪ પરગણામાં ૩૨ અને મુર્શિદાબાદ તથા નાદિયામાં આશરે ૨૫-૨૫ મદરેસાનો સમાવેશ થાય છે.