શ્રીહરિકોટા: અલ નીનોના સંભવિત જોખમ વચ્ચે ઈસરોના EOS-06 સેટેલાઈટે પેસિફિક મહાસાગરમાં મહત્વપૂર્ણ ફેરફારો નોંધ્યા છે. સેટેલાઈટના ડેટામાં વિષુવવૃત્તીય પેસિફિક વિસ્તારમાં ક્લોરોફિલ-એના સ્તરમાં ઘટાડો જોવા મળ્યો છે, જે અલ નીનોની સ્થિતિ મજબૂત થવાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.
ઈસરોના જણાવ્યા મુજબ, સમુદ્રના સપાટી તાપમાન, પવનની દિશા અને ક્લોરોફિલમાં થતા ફેરફારો પર સેટેલાઈટ સતત નજર રાખી રહ્યું છે. અલ નીનો મજબૂત બનશે તો આગામી મહિનાઓમાં વૈશ્વિક વરસાદની પેટર્ન અને તાપમાનમાં ફેરફાર જોવા મળી શકે છે.ભારત માટે ખાસ ચિંતા: અલ નીનોની મજબૂત અસર સામાન્ય રીતે ભારતીય ચોમાસાને અસર કરી શકે છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ ઘટવાની શક્યતા ઊભી કરી શકે છે. જોકે, અલ નીનો એટલે અનિવાર્ય દુષ્કાળ એવું નથી.




