Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ફરી એકવાર લીંબુનાં ભાવમાં વધારો, છૂટક બજારમાં સાઇઝ પ્રમાણે લીંબુનું વેચાણ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

છેલ્લા કેટલક સમયથી લીંબુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે પરંતુ લીંબુનાં ફરી એક વાર વધારો થયો છે એમ કહી શકાય સાવ નાના એક લીંબુનાં ૧૦ રૂપિયા અને મોટા લીબુંના ૧૫ રૂપિયા થઇ ગયા છે. મહારાષ્ટ્ર સહિત દેશના અનેક ભાગોમાં દુકાળ જેવી સ્થિતિની માઠી આસર લીબુંના ઉત્પાદન પર પડી છે. નવી મુંબઇની એ.પી.એમ.સી. માર્કેટમાં લીંબુનો હોલસેલનો ભાવ ૭૦થી ૧૫૦ રૂપિયે કિલોની આસપાસ છે. આ જ લીંબુ છૂટક બજારમાં સાઇઝ પ્રમાણે ૧૦ થી ૧૫ રૂપિયાનું એક વેંચાય છે. લીબુ કરતા મોસંબી સસ્તી થઇ ગઇ છે. નાની સાઇઝની મોસંબીની દસેક નંગની કોથળી ૫૦ રૂપિયે વેંચાય છે.

મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત દક્ષિણનાં રાજ્યોમાં લીંબુનું ઉત્પાદન ઘટતાં ભાવ ઉંચે ચડતા જાય છે. ભાજીપાલા માર્કેટના વેપારીઓએ વ્યક્ત કરેલા અંદાજ મુજબ આવતા ચોમાસા સુધી ભાવ ઘટવાની શક્યતા નથી. દર વર્ષે જૂનથી ફેબુ્રઆરી દરમ્યાન અહિલ્યાનગર, સોલાપુર અને વિદર્ભથી  મુંબઇમાં લીંબુની મોટા પ્રમાણમાં આવક ચાલું રહેતી હોય છે. પરંતુ આ વખતે ઓકટોબર મહિનાની શરૃઆતથી જ આવકમાં ધરખમ ઘટાડો થયો છે. અત્યારે આંધ્ર પ્રદેશમાંથી લીબુ આવી રહ્યાં છે. અહિલ્યાનગર બાજુથી નવેમ્બરમાં લીંબુ આવવા માંડે એવી શક્યતા છે.(સૌજન્ય)