Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Netflix પોતાના શેરોને લઈ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વિશ્વની અગ્રણી સ્ટ્રીમિંગ કંપની નેટફ્લિક્સે ૨૦૨૨ પછી સૌથી મોટી છટણી કરતા ૧,૦૦૦ કર્મચારીઓનું ઘર બેઠા થશે. તેના લીધે કંપનીના કુલ કર્મચારીઓના લગભગ ૬ ટકા હિસ્સા પર અસર પડશે. કંપનીએ ધીમા પડતા ગ્રોથ અને પ્રેક્ષકો માટે વધતી જતી સ્પર્ધાનો સામનો કરવા માટે આ પગલું લીધું છે.

ધ વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, મોટાભાગનો કાપ પ્રોડક્ટ, ટેકનોલોજી, લીગલ અને હ્યુમન રિસોર્સ ટીમોમાં જોવાયો છે. નેટફ્લિક્સના સહ-સીઇઓ ટેડ સારાંડોસ અને ગ્રેગ પીટર્સે બુધવારે એક ઇ-મેઇલ દ્વારા કર્મચારીઓને આ જાણકારી આપી. નેટફ્લિક્સે આ પગલું એવા સમયમાં ઉઠાવ્યું છે જ્યારે કંપની તેના પરંપરાગત સબસ્ક્રિપ્શન કારોબારને આગળ વધારવાનો પ્રયત્ન કરી રહી છે. તેના પર ઝડપી વૃદ્ધિ બતાવવાનું દબાણ છે.

સપ્ટેમ્બરના અંતમાં એક ઇવેન્ટમાં બોલતા સારાંડોસે જણાવ્યું હતું કે, અમે તેટલી ઝડપથી વૃદ્ધિ પામી રહ્યા નથી જેટલુ હું ઇચ્છું છું. અમે આ ગતિને ઝડપી બનાવવા કામ કરી રહ્યા છીએ. આ છટણી તેવા સમયે થઈ રહી છે જ્યારે નેટફ્લિક્સ પોતાના શેરોને લઈને મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. બિઝનેસ ઇનસાઇડર અનુસાર છેલ્લા છ મહિનામાં કંપનીના શેરોમાં લગભગ ૩૦ ટકાનો ઘટાડો થયો છે અને છેલ્લા એક વર્ષમાં ૪૦ ટકાનો ઘટાડો થયો છે. કંપની મનોરંજનના અત્યંત ભીડવાળા બજારમાં ભારે સ્પર્ધાનો સામનો કરી રહી છે.(સૌજન્ય)