Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ધંધુકા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલકનું મોત નીપજ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમદાવાદ જિલ્લાના ધંધુકા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ધંધુકા હાઈવે પર પૂરઝડપે દોડતા ડમ્પર ચાલકે આગળ જઈ રહેલી કારને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર બાદ કારમાં અચાનક ભીષણ આગ લાગી જવાથી કાર ચાલકનું બળી જવાથી મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે હાઈવે પર ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લાંબો ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર, ધંધુકા હાઈવે પરથી પસાર થઈ રહેલી કારને પૂરઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માત સર્જાતાની સાથે જ વાહનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે કાર ચાલકને બહાર નીકળવાની તક સુદ્ધાં મળી ન હતી, જેના કારણે કારની અંદર જ તેનું ભયાનક મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ ધંધુકા પોલીસ સ્ટેશનનો કાફલો અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ ઓલવાયા બાદ અકસ્માતગ્રસ્ત વાહનોને હાઈવે પરથી ખસેડીને વાહનવ્યવહારને પુનઃપૂર્વવત કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં મૃતક કાર ચાલકની ઓળખ થઈ ગઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આગમાં બળીને કાર ચાલક સંજય કણજારિયા છે, જે ધંધુકાના જ રહેવાસી હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી હતી.(સૌજન્ય)