Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કોલંબિયામાં સોનાની ખાણમાં ભયાનક ભૂસ્ખલન થતાં 14 લોકોનાં મોત નીપજ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દક્ષિણ અમેરિકન દેશ કોલંબિયાના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવેલી એક ગેરકાયદે સોનાની ખાણમાં ભયાનક ભૂસ્ખલન થતાં 14 લોકોનાં કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈક્વાડોર સરહદ નજીક આવેલ નારિનો નામના વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો હતો. સ્થાનિક સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે, કાટમાળમાંથી તમામ મૃતદેહો અને બચી ગયેલા લોકોને બહાર કાઢી લેવાતાં હવે બચાવ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સ્થાનિક ગવર્નર કાર્યાલયના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સ્થળની કઠિન ભૌગોલિક સ્થિતિ અને આ વિસ્તારમાં સક્રિય ગુનાહિત સશસ્ત્ર જૂથોની હાજરીના કારણે રાહત અને બચાવ ટીમોને ઘટના સ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં લોકો અને જેસીબી મશીનની મદદથી ખાણમાંથી મૃતદેહો બહાર કાઢીને નજીકની નદીમાં આવેલી નાની હોડીઓ મારફતે ખસેડવામાં આવતા નજરે પડ્યા હતા. કોલંબિયામાં સરકારી નિયમો અને સુરક્ષા ધોરણોના અભાવે આવી ખાણ દુર્ઘટનાઓ અવારનવાર સર્જાય છે. નારિનો વિસ્તાર ગેરકાયદે ખાણકામ, ડ્રગ્સની તસ્કરી અને વસૂલી ચલાવતા ગેરકાયદે જૂથોનો ગઢ માનવામાં આવે છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, રોજીરોટીના અન્ય કોઈ સાધનો ન હોવાથી સ્થાનિક લોકો પોતાના જીવના જોખમે આવા જોખમી ગેરકાયદે ખાણકામ સાથે જોડાવા મજબૂર બને છે.(સૌજન્ય)