Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી જિલ્લામાં યોજાયેલ લોક-અદાલતમાં કુલ- ૧૪૪૫ કેસોનો સફળતાપુર્વક નિકાલ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદ તથા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, તાપી મુ.વ્યારાના માર્ગદર્શનથી તાલુકા કાનુની સેવા સમિતી, સોનગઢ દ્રારા રાષ્ટ્રીય લોક-અદાલતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં પ્રિન્સીપાલ સીવીલજજ અને ચેરમેનશ્રી એ.એમ.પાટડીયાનાઓના અધ્યક્ષ સ્થાને શનિવારે યોજાયેલ લોક-અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો,નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટ કલમ -૧૩૮ ના કેસો, લગ્ન સબંધી ફેમીલી કેસો, દીવાની દાવા જેવા કે ભાડાના, બેંકના વિગેરે કેસો, વિજળી તથા પાણીના કેસો,તેમજ હજુ સુધી અદાલતમાં દાખલ ના થયેલા તેવા બેંકોના પ્રિ.લિટીગેશન કેસો મળીને કુલ- ૩૩૭૦ કેસો સમાધાન માટે રાખવામાં આવેલ હતા જેમાંથી કુલ- ૧૪૪૫ કેસોનો સફળતાપુર્વક નિકાલ કરવામાં આવ્યો હતો.

નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટ કલમ–૧૩૮ ના ૦૪ કેસોનો સુખદ નિકાલ તેમજ સીવીલ કેસો કુલ- ૧૪ તેમજ ફોજદારી સમાધાન લાયક કેસો, લગ્ન સબંધી ફેમીલી કેસો, દીવાની દાવા જેવા કે ભાડાના, બેંકના વિગેરે કેસો, હજુ સુધી અદાલતમાં દાખલ ના થયેલા તેવા બેંકોના પ્રિ.લિટીગેશન કેસોમાં સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું.

લોક-અદાલતને સફળ બનાવવા માટે મહે.જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, તાપી મુ. વ્યારાની કચેરી દ્રારા શ્રી એન.બી. પીઠવા સાહેબ (મુખ્ય જીલ્લા ન્યાયાધિશ તથા અધ્યક્ષ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, તાપી મુ. વ્યારા) નાઓની અધ્યક્ષતામાં અને તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેનશ્રી એ.એમ.પાટડિયાનાઓએ બેંકના અધિકારીઓ, ડી.જી.વી.સી.એલ. ના અધિકારીઓ, વિવિધ સરકારી કચેરીના અધિકારીશ્રીઓ સાથે તેમજ સંલગ્ન વિ.વકીલશ્રીઓ સાથે વખતો વખત મીટીંગોનું આયોજન કરવામાં આવેલ હતું.જેને પરીણામે સદર લોક-અદાલતમાં કુલ ૧૪૪૫ કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો.લોક અદાલતના આ નિર્ણયને લોકો બિરદાવી રહ્યા છે.