તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

વ્યારા તાલુકાના મેઘપુર ગ્રામપંચાયત ખાતે આવી પહોંચતા ગ્રામજનો ધ્વારા વાજતે ગાજતે સ્વાગત કરાયું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મેઘપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનો ધ્વારા વાજતે ગાજતે સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

આ પ્રસંગે તાપી જિલ્લા કલેકટર શ્રી ડૉ. વિપિન ગર્ગે જણાવ્યું હતું કેવિકસિત ભારત સંકલ્પ યાત્રાના હેતુ એ છે કે  કેન્દ્ર અને રાજ્ય સરકારીની  વિવિધ યોજનાના લાભો ગામના દરેક લાભ લેવા પાત્ર વ્યક્તિને મળે.વધુમાં તેમણે  કેન્દ્ર અને રાજય સરકારની 17 જેટલી યોજનાઓ જેમાં અન્ન પુર્ણા યોજનાઆયુષ્માન ભારત યોજનાકિશાન સન્માન નિધીઉજ્જ્વલા યોજના જેવી પ્રજાકલ્યાણની યોજનાઓ અંગે માહિતી આપી હતી. તમામ ગ્રામજનોને વિવિધ યોજાનાઓ લાભો લેવા,તથા હેલ્થ વિભાગ ધ્વારા કરવામાં આવતા સિકલ સેલ સ્કેનિંગ ટીબીનુ સ્કેનિંગ કરાવી લેવા અનુરોધ કર્યો હતો.

વધુમાં તેમને આવનારી લોકસભા ચૂંટણી પહેલા જેમના ૧૮ વર્ષ પૂર્ણ થયાં હોય તેઓને નામ નોંધણી કરાવવા અથવા જેમના સુધારા વધારા કરાવવાના હોય એવા તમામ લોકોને આજે મતદારયાદી સુધારાણા ઝુંબેશનો છેલ્લો દિવસ છે ત્યારે તમામને મતદાર યાદીમાં નોંધણી કરાવવા અનુરોધ કર્યો હતો.આ  કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ઉદબોધન વર્ચ્યુલી નિહાળ્યું હતું. આ સાથે ‘મેરી કહાની મેરી ઝુબાની’ અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાની સાફલ્યગાથા વર્ણવી હતી. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાયચેક તથા કિટ વિતરણ કરી લાભાન્વિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પ્રાથમિક શાળા મેઘપુરની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના ગીત તથા મનમોહક સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતું.તથા મિશન મંગલામની બહેનો ધ્વારા ‘ઘરતી કહે પુકાર કે’ અંતર્ગત નાટક રજુ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં  વિવિધ સમિતિઓના સદસ્યોતાલુકા-જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ,સરપંચશ્રીઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટરશ્રી નેહા વસાણી,વ્યારા મામલતદારશ્રી એચ. જે. સોલાંકીસંબધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.