વ્યારાનાં ઉંચામાળા ગામની સીમમાંથી પસાર થતો વ્યારા-માંડવી રોડ પરનાં નેશનલ હાઈવે પર કાર અડફેટે આવતાં ચાંપાવાડી ગામનાં યુવકનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, વ્યારાનાં ચાંપાવાડી ગામનાં પંઢાર ફળિયામાં રહેતા મનિષભાઈ રાજેશભાઈ ગામીત (ઉ.વ.24)નાંઓ રવિવારનાં રોજ મોડી સાંજે પોતાના કબ્જાની બાઈક નંબર GJ/26/J/0468ને લઈ પોતાના ઘરેથી ટાયરની ટ્યુબ લઈ ઉંચામાળા તરફ જતો હતો. તે સમયે ઉંચામાળા ગામની સીમમાંથી પસાર થતો વ્યારા-માંડવી રોડ નેશનલ હાઈવે નંબર-56 ઉપર મુસ્તફા નજીરઅલી સૈફી પોતાના કબ્જાની કાર નંબર GJ/26/A/3786ને અણુમાલા ટાઉનશીપ તરફથી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મનિષભાઈની બાઈકને આગળનાં ભાગે અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક ચાલક મનિષભાઈ રોડ ઉપર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા તથા ડાબા હાથનાં ભાગે ફેક્ચર અને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. બનાવ અંગે મરણ પામનાર મનિષભાઈનાં પિતા રાકેશભાઈ નાંઓએ વાહન ચાલક સામે કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.




