સુરત શહેર છેલ્લા કેટલાંક સમયથી ક્રાઇમની સાથે સાથે અકસ્માતોનું શહેર પણ બનતું જઈ રહ્યું છે. આ જ પ્રકરણમાં BRTS બસ દ્વારા અકસ્માતનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બેફામ BRTS ચાલકે એક બે નહીં પરંતુ આઠ-આઠ બાઇકોને અડફેટે લીધી છે.
મળતી માહિતી મુજબ, સુરતમાં BRTS બસે અકસ્માત સર્જ્યાની વધુ એક ઘટના સામે આવી છે. ઘટના સુરતના કતાર ગામની છે. કતારગામના ગજેરા સર્કલ પાસે BRTS બસ દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે. જેમાં ત્રણના ઘટનાસ્થળે મોતની આશંકા સેવવામાં આવી રહી છે. બેફામ BRTS બસ ચાલકે 8 બાઈકચાલકોને અડફેટે લીધા હતા. જેમાં ઓછામાં ઓછા 3 લોકોના મોતની શંકા છે જ્યારે અન્ય કેટલાંક ઘાયલ થયા છે. ઘાયલોને સુરતની સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.



