તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19નાં નવા વેરિયન્ટ JNના 743 નવા કેસ નોંધાયા, 7 લોકોનાં મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે ફરી એક વખત ઉથલો માર્યો છે. છેલ્લા 24 કલાકમાં 743 નવા કેસ નોંધાતા એક્ટિવ કેસોની સંખ્યા વધીને 3,997 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે શુક્રવારે કોરોનાના કારણે 7 લોકોનાં મોત થઈ ગયા હતા. જેમાં કેરળથી 3, કર્ણાટકથી 2 અને તમિલનાડુ તથા છત્તીસગઠથી 1 ડેથ રિપોર્ટ થઈ છે. કોવિડ-19ના નવા વેરિયન્ટ JN.1ની એન્ટ્રી બાદથી સંક્રમણમાં ઉછાળો નોંધાયો છે. અલગ-અલગ રાજ્યોમાં તેને લઈને સતર્કતા સાથે સબંધિત નિર્દેશ જારી કરવામાં આવ્યા છે.

તાજેતરના દિવસોમાં ઠંડી અને કોરોના વાયરસના નવા વેરિયન્ટના કારણે સંક્રમણના કેસોમાં વધારો થયો છે. વર્ષ-2020ની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં લગભગ 4 વર્ષમાં દેશભરમાં 4.5 કરોડથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. તેનાથી 5.3 લાખથી વધુ લોકોના મોત થયા હતા. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં સંક્રમણમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4.4 કરોડ થઈ ગઈ છે. નેશનલ રિકવરી રેટ 98.81 ટકા છે. દેશમાં કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 220.67 કરોડ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં JN.1ના અત્યાર સુધીમાં કુલ 162 કેસ નોંધાયા છે. તેમાંથી કેરળમાં સૌથી વધુ 83 લોકો સંક્રમિત છે જ્યારે ગુજરાત 34 કેસ સાથે બીજા સ્થાને છે.