તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

CAA કાયદાને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આગામી લોકસભા ચૂંટણી પહેલા CAA કાયદાને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે.અસદુદ્દીન ઓવૈસીએ CAAને લઈને મોટું નિવેદન આપ્યું છે. ઓવૈસીએ કહ્યું હતું કે CAAનો કાયદો બંધારણ વિરોધી છે અને તે કાયદાનું ઉલ્લંઘન કરે છે.CAA ધર્મના આધારે બનાવવામાં આવ્યું છે.આ ઉપરાંત ઓવૈસીએ કહ્યું હતું કે મોદી સરકારે લોકોને જણાવવું જોઈએ કે આપણા દેશને લઈને તેમની નીતિ શું છે?

આ ઉપરાંત, ઓવૈસીએ તેમની કાર પર થયેલા હુમલાને યાદ કરીને કહ્યું કે હુમલો કરાવે હવે શું અમને ગોળી મારશે? જો કે સરકાર કંઇ પણ કરી લે, પરંતુ અમે બોલતા રહીશું.તેમને 1955માં થયેલી મથુરાની ઈદગાહની સમજૂતીની પણ વાત કરી હતી.ભાજપના નેતા અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કહ્યું હતું કે જ્યારે કાર સેવકોએ 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરીના સ્ટ્રક્ચરને તોડી પાડ્યું ત્યારે તેઓ ત્યાં હાજર હતા અને તેમને ગર્વ અને આનંદની લાગણી થઈ હતી.

ત્યારે ઓવૈસીઓ દેવેન્દ્ર ફડણવીસના નિવેદનની પણ ટીકા કરતા કહ્યું હતું કે આવા નિવેદનોથી દેશમાં અરાજકતા ફેલાય છે.તમે બંધારણના પદ પર બેસીને કેટલી વાહિયાત વાતો કરી રહ્યા છો. જો તમારામાં હિંમત હોય તો તમારે કોર્ટમાં જઈને કહેવું જોઈતું હતું કે તમે બાબરી મસ્જિદ તોડી પાડી છે.તમારો અભિગમ તમામ ધર્મો અને જાતિઓ માટે સમાન હોવો જોઈએ.ધાર્મિક સમુદાય માટે બંધારણીય પદ સંભાળતી વખતે આવી વાતો ન કરવી જોઈએ.બાબરી મસ્જિદને લઈને શિવસેનાને કોર્ટમાં બોલાવવી જોઈતી હતી.તાળું બળજબરીથી તોડવામાં આવ્યું હતું.તેમણે એમ પણ કહ્યું હતું કે 200 વર્ષ જૂની દરગાહને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.સંઘ પરિવારના લોકો આવા પ્રયાસો કરી રહ્યા છે.પીએમએ પણ કાયદાનું પાલન કર્યું નથી. જો CAA લાગુ થશે તો તે એક મોટો અન્યાય હશે, ખાસ કરીને મુસ્લિમો, દલિતો અને દેશના ગરીબ લોકોને અન્યાય થશે.