અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ તા.૧૪થી ૨૨ જાન્યુ.-૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા માટે, સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે, જેના ભાગરૂપે ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમારે બારડોલી તાલુકાના ભામૈયા ગામે સાંઈ મંદિરમાં સાફ-સફાઈ કરી હતી. યાત્રાધામોમાં ધ્યાન, પ્રાર્થના અને સત્સંગ માટે અનુકૂળ માહોલના નિર્માણ માટે સ્વચ્છતા ખૂબ જરૂરી છે. જેથી સૌ નાગરિકોએ ધાર્મિક સ્થળોને સ્વચ્છ રાખવા તેમણે અનુરોધ કર્યો હતો.




