વડોદરાનાં માંજલપુર વિસ્તારમાં આવેલ કૃપલ સોસાયટીમાં રહેતા કિરીટ અંબાલાલ પટેલ (ઉ.વ.53) સવારે કંપનીની બસમાં બેસી બજાજ હેલ્થ કેર કંપનીમાં નોકરી પર જવા માટે નીકળ્યા હતા. જયારે સવારે 9:45 વાગ્યાની આસપાસ દુમાડ બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા હતા. તે વખતે બસમાં જ અચાનક શ્વાસ લેવાની તકલીફ થવા લાગી હતી અને થોડા સમયમાં તેઓ બેભાન થઈ ગયા હતાં બાદમાં તેમને એમ્બ્યુલન્સમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના ડોક્ટરે તેમનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.




