તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

વડનગરમાં સપ્તઋષિનો આરો તથા દાઈલેકને રૂ.૧,૨૬૪ લાખના ખર્ચે વિકસાવા માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાતની પ્રાચીન અને ઐતિહાસિક નગરી વડનગરને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન તેમજ આધ્યાત્મિક હેતુથી વિકસાવાઈ રહી છે. વડનગરમાં સપ્ત ઋષિનો આરો તથા દાઈલેકને રૂ.૧,૨૬૪ લાખના ખર્ચે વિકસાવવા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને તેના માટે એજન્સીને લેટર ઓફ ઈન્ટેન્ટ આપવામાં આવ્યો છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ઊંઝાના ધારાસભ્ય શ્રી કે.કે પટેલના પ્રશ્નનો પ્રસ્તુત્તર આપતા પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું.

પેટા પ્રશ્નનો જવાબ આપતા પ્રવાસન મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડનગર ખાતે સપ્તઋષિનો આરો તેમજ દાઈલેક ખાતે લેન્ડસ્કેપિંગ, પ્રવેશ દ્વાર, પાર્કિંગ અને ટોયલેટ બ્લોક જેવી આધુનિક સુવિધા પ્રવાસીઓ માટે વિકસાવવામાં આવશે. ભારત સરકારની સ્વદેશ દર્શન યોજના અને ગુજરાત સરકારના વિશેષ પ્રયાસોના પરિણામે છેલ્લા એક વર્ષમાં અંદાજે ૮.૬૫ લાખ જેટલા પ્રવાસીઓ વડનગરની મુલાકાત લીધી છે. પ્રવાસન માટે અગ્રેસર ગુજરાત વિદેશી પ્રવાસીઓ માટે પણ પ્રથમ પસંદગીનું સ્થાન રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં અંદાજે ૧૫ કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે,જે પ્રવાસન ક્ષેત્રે ગુજરાતની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે તેમ, પ્રવાસન મંત્રીશ્રી મૂળુભાઈએ વધુ વિગતો આપતા ગૃહમાં ઉમેર્યું હતું.