તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

ટૂંક સમયમાં ભારતરત્ન એવોર્ડ વિજેતા પી.વી.નરસિમ્હા રાવની બાયોપિક બનશે, સિરીઝનું નામ ‘હાફ લાયન’ હશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભારતના પૂર્વ વડાપ્રધાન પી.વી.નરસિમ્હા રાવને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે. Aha Studio અને Applause Entertainment ટૂંક સમયમાં ભારત રત્ન એવોર્ડ વિજેતા પીવી નરસિમ્હા રાવની બાયોપિક સીરીઝ લાવી રહ્યાં છે. આ સિરીઝનું નામ ‘હાફ લાયન’ હશે. જેનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યુ છે. આ સીરિઝનું નામ નરસિમ્હા રાવના જીવનચરિત્રથી પ્રેરિત છે, જે વિજય સીતાપતિ દ્વારા લખવામાં આવ્યું છે. ભારતની અર્થવ્યવસ્થાને બદલવા માટે પી.વી.નરસિમ્હા રાવને ભારત રત્ન આપવામાં આવ્યો હતો. આ સન્માન 1991થી 1996 સુધીના તેમના કાર્યકાળ અને યોગદાનને સન્માનિત કરે છે.

આહા સ્ટુડિયો અને એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ નિર્મિત આ સીરીઝનું નિર્દેશન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પ્રકાશ ઝા કરી રહ્યા છે. ટીઝરમાં તમે પૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવની અલગ-અલગ તસવીરો જોઈ શકો છો. તેઓ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, સોનિયા ગાંધી, અટલ બિહારી વાજપેયી સાથે બેસીને વાત કરતા જોવા મળે છે. ટીઝર શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, અમે ભારત રત્ન વિજેતા સ્વર્ગસ્થ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવના વારસાનું સન્માન કરી રહ્યા છીએ. આ સ્ટોરીને દર્શકો સુધી પહોંચાડવામાં અમને ગર્વ છે. સિરીઝનું પ્રી-પ્રોડક્શન વર્ક શરૂ થઈ ગયું છે. આ પ્રીમિયમ પેન ઈન્ડિયા સિરીઝ હિન્દી, તેલુગુ અને તમિલ ભાષાઓમાં રિલીઝ થશે.