વ્યારા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ હિંમત દાખવી પોતાની સાથે થયેલ અત્યાચાર અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપીએ મહિલા સાથે વિશ્વાસ કેળવી તેને ગેસ્ટ હાઉસમાં બોલાવી તેની મરજી વિરુદ્ધ શારીરિક અડપલાં અને દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગત સપ્ટેમ્બર ૨૦૨૫માં એક ‘રોંગ નંબર’ દ્વારા તેની ઓળખાણ ભરત ભીખાભાઈ આહિર (રહે.વ્યારા) સાથે થઈ હતી. આરોપીએ મહિલા સાથે મિત્રતા કેળવી તેને મળવા માટે દબાણ કર્યું હતું. ગત તારીખ ૧૯/૧૦/૨૦૨૫ ના રોજ જ્યારે મહિલા તેને મળવા વ્યારા આવી, ત્યારે આરોપી તેને એક સ્થાનિક ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. ત્યાં આરોપીએ મહિલાને પોતાની વાતોમાં ભોળવવાનો પ્રયાસ કર્યો હતો અને અંતે તેની મરજી વિરુદ્ધ બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું.પીડિતાએ આ મામલે વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ભરત ભીખાભાઈ આહિર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.




