તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

વડોદરા હાલોલ હાઈવે પર પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા એક દંપતિનું ઘટના સ્થળ ઉપર મોત નિપજ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરા હાલોલ હાઈવે પર જરોદ ત્રણ રસ્તા પાસે એક સાથે પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા ઈકોમાં સવાર એક દંપતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે, બે લોડિંગ ટ્રક વચ્ચે અકસ્માત થતાં બંને ટ્રક પલટી ખાઈને અન્ય ત્રણ વાહનો પર પડ્યાં હતા, ત્યારે પાંચ વાહનો વચ્ચે અકસ્માતની ઘટના બનતા ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. વડોદરા હાલોલ હાઈવે પર જરોદ ત્રણ રસ્તા પાસે હેવી લોડર ટ્રક, પાણીનું ટેન્કર, ઈકો કાર, રિક્ષા અને કિયા કાર એમ એક સાથે પાંચ વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ઈકો કારમાં સવાર એક દંપતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

એક સાથે પાંચ વચ્ચે અકસ્માતની ઘટના બનતા પોલીસની ટીમ દોડી આવી હતી. આ દરમિયાન અકસ્માતના પગલે મોટી સંખ્યમાં લોકોના ટોળા ઉમટી વળ્યાં હતા. જ્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત ત્રણ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. લોડર ટ્રક, પાણીનું ટેન્કર, ઈકો કાર, રિક્ષા અને કિયા કાર એમ પાંચેય વાહનો વચ્ચે થયેલા અકસ્માતમાં સૌથી વધુ ઈકો કારને નુકસાન પહોંચ્યું હતું. જેમાં ઈકો કારના ભૂક્કા બોલી જતાં કારમાં સવાર દંપતિના મૃતદેહને કારના પતરા તોડી બહાર નીકાળવામાં આવ્યાં હતા. જ્યારે અન્ય કારને રસ્તાથી પરથી હટાવવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. ઘટનાને લઈન જરોદ પોલીસ ઈન્સ્પેક્ટેર જણાવ્યું હતું કે, ‘સૌપ્રથમ બે લોડિંગ ટ્રક વચ્ચે અકસ્માત થતાં બંને ટ્રક પલટી થઈ ગયા હતા, આ દરમિયાન અન્ય રિક્ષા, ઈકો કાર અને કિયા કાર પર ક્રેન પડતાં ત્રણેય વાહનો દબાઈ ગયા હતા. તેવામાં કિયા કારની એરબેગ ખુલી જતાં છ લોકોના જીવ બચી ગયા હતા.