Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Accident : ટ્રકની અડફેટે ટ્રેક્ટર સવાર નવા પીપળજ ગામનાં ખેડુતનું મોત નિપજ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગરનાં મહુડી હાઇવે ઉપર પીંડારડા ગામના પાટિયા પાસે પૂરઝડપે જઈ રહેલા ટ્રકની ટક્કરે ટ્રેક્ટર સવાર નવા પીપળજ ગામના ખેડૂતનું મોત થયું છે. અકસ્માત અંગે પેથાપુર પોલીસે ટ્રકનાં ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. ગાંધીનગર શહેર નજીક આવેલ હાઇવે માર્ગો હાલ અકસ્માત માટે હોટસ્પોટ બની ગયા છે ત્યારે પેથાપુર મહુડી હાઇવે ઉપર પણ વધુ એક અકસ્માતની ઘટના બહાર આવી છે.

જેમાં નવા પીપળજ ગામના ટ્રેક્ટર ચાલક ખેડૂતને મોત થયું હતું. ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, ગાંધીનગર શહેર નજીક આવેલા નવા પીપળજ ગામમાં રહેતા અજીતસિંહ પુંજાજી વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી કે,  બપોરનાં સમયે તેઓ તેમનું બાઈક લઈને પેટ્રોલ પુરાવી પરત ફરી રહ્યા હતા. તે સમયે પીંડારડાથી ઉનાવા ગામ પાટિયા તરફ આમ્રપાલી કટ નજીક ટ્રક અને ટ્રેક્ટરનો અકસ્માત થયો હોવાથી ઘણા માણસોનું ટોળું જોઈને તે ઉભા રહી ગયા હતા.

જ્યાં સ્થળ ઉપર પહોંચીને જોયું તો તેમના નાના ભાઈ દિલીપસિંહનાં ટ્રેક્ટરને જ અકસ્માત થયો હોવાનું જોવા મળ્યું હતું અને તેમને ગંભીર ઇજાઓ થયેલી હાલતમાં બેભાન થઈને પડયા હતા જ્યાં નજરે અકસ્માત જોનાર લોકોએ કહ્યું હતું કે, દિલીપસિંહ ટ્રેક્ટર લઈને કટમાંથી બહાર નીકળી રહ્યા હતા તે દરમિયાન ટ્રકનાં ચાલકે અકસ્માત સર્જ્યો હતો. જેથી દિલીપસિંહને તાત્કાલિક સારવાર માટે ખાનગી વાહન મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઘટના અંગે પેથાપુર પોલીસે ટ્રક ના ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.